સમજી જા શાનમાં
સમજી જા શાનમાં
હું છું પ્યાસ તારા પ્રેમની.
હું રહું સદા પ્રેમ ગુલતાનમાં...
શાને પાગલ થયો મદિરા પાનમાં,
રહયો નથી તું કશા જ ભાનમાં...
હવે તો સમજી જા શાનમાં
હું છું પ્યાસ તારા પ્રેમની.
તારી મહેંક ભરું શ્વાસે શ્વાસમાં,
મારું અંતર સદા રહે ઉજાસમાં,
નશો નહિ રહે કદી મદિરા પાનમાં..
હું છું પ્યાસ તારા પ્રેમની...
ઘડી મહોબ્બતની મળે મુસ્કાન રે
કાતિલ નજરમાં દળી જાય શાન રે..
વહે મારા સૂર આ શરબતી ગાનમાં..
હું છું પ્યાસ તારા પ્રેમની...