Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Smita Shukla

Tragedy

2  

Smita Shukla

Tragedy

ડીમલાઇટ

ડીમલાઇટ

1 min
6.8K


મૃત શબની જેમ જ મારું શરીર ચૂંથાતુ..

         અેકાંતરે... !

અેની ખરબચડી હથેળી સ્પર્શતી મને વાગતી ખરબચડી ચામડી

 હથેળીની..

         ને કયારેક

મારા અંગ-ઉપાંગને છોલતી લોહીની ટશરોય ફૂટતી...

હું લાચાર બની કણસતી રહેતી,

મારું શરીર ટેવાઈ ગયું હતું 

આ પ્રહારોથી 

અેના પરસેવાની દુર્ગંધ આવતી 

મારી વિવશતાની સાક્ષી મારી રજાઈ ને નાની બત્તી

     અે પણ કરે શું ?

અેતો પડખું ફેરવી સૂઈ જતો,

અેના નસકોરા અોરડામાં પડઘાતાં..

હું છતને તાકતી પડી રહેતી અેમ જ  

       વિવશ...

વ્યર્થ પ્રયત્નો કરતી સ્પર્શને મિટાવવાનો

  મખમલી રજાઈ અોઢીને

લાલ તો કયારેક પીળી બત્તી

      ડીમલાઇટ

જોતી અેકાંતરે મને

અર્ધ-નગ્ન લાચાર કણસતી

 અેકલીને


Rate this content
Log in