Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

પલળવું જોઈએ...

પલળવું જોઈએ...

1 min
13.7K


પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ;

સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ.


શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો;

આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ.


વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;

ઋજુ નમણો ઢાળ નીરખીને જ ઢળવું જોઈએ.


અલવિદા ખુદ કાળને કહેવા સમય થંભી જતો :

પ્રેમથી આપે સમયસર યાર વળવું જોઈએ .


જો કળીને કોઈ પીંખે તો ન શબવત બેસતાં

ભીતરે લાવા બનીને રક્ત બળવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational