Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Bhavsar

Inspirational

3  

Jitendra Bhavsar

Inspirational

હસીએ લડીએ

હસીએ લડીએ

1 min
13.1K


અમે જીવલાને કહીએ, મળીએ હસીએ લડીએ,

નયનના નગરમાં વસીએ, મળીએ હસીએ લડીએ.

ગણિતમાં ઘણી ભૂલ થઇ છે, અને જીંદગી ડૂલ થઇ છે,

ફરી એક બે ત્રણ ગણીએ, મળીએ હસીએ લડીએ.

મથામણ જે મનને મથાવે, ઉપર લાવી હેઠે પછાડે,

તો ઈલાજ એના કરીએ, મળીએ હસીએ લડીએ.

હવે ઓટલા પર પધારો, લખોટી ને પાના ય કાઢો,

અહીં આજ બેસી રમીએ, મળીએ હસીએ લડીએ.

ચલો હાથમાં હાથ નાંખી, અને પ્રેમથી સાથ આપી,

રસીલા રિલેશન રચીએ, મળીએ હસીએ લડીએ.


Rate this content
Log in