Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
મળ્યા માધવ મને
મળ્યા માધવ મને
★★★★★

© Chaitanya Joshi

Others

1 Minutes   13.0K    7


Content Ranking

મારા ઉરના ધબકારે મળ્યા માધવ મને.

મારા અંતર ઉદગારે મળ્યા માધવ મને.


લુપ્ત થઈ ગઈ સઘળી આશા સંસારની,

શૂન્યમનસ્ક વિચારે મળ્યા માધવ મને.


પ્રાર્થના સ્તુતિના ઓરતા રહ્યા અધૂરાને,

મારા મૌનના ઉચ્ચારે મળ્યા માધવ મને.


ના કશું માગી શકાયું હરિને અવલોકતાં,

બંધ નયનના પલકારે મળ્યા માધવ મને.


હતી મૂર્તિ મનોહર જે મારી આરાધનાની,

ખુદ પરમેશના આવકારે મળ્યા માધવ મને.


બેસાડી નિજ અંકે વ્હાલ કરતા અનુભવ્યા,

જાણે ચિત્ર દોર્યું ચિત્રકારે મળ્યા માધવ મને.

કવિતા માધવ પ્રાર્થના મૌન શૂન્યમનસ્ક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..