શમણું
શમણું
1 min
6.7K
"લાજી મરું એવા શમણાંની વાત કરી.
હું તો શરમાઈને નાઠી..
મને તે કેમ કરી ઝાલી રે વાલમ.
તારે તે સંગ થઈ ઘેલી રે કાના..
નટખટ નખરાળા કાના તારી તો
આંખો નીરાલી હું કેમ કરી આવુ
તારી પાસ. મને સખીઓ કરે છે
મશ્કરી.
મારા નયણાં ના ખૂલે તો સારું.
કે સપનું મારું રોળાઈ જશે.
સપના છે મારા સપ્તરંગી..
એમાં નયનો મળ્યા કાના
તારા તો નજરો કોની લાગે?
મારા કાનાજીની આંખો છે
અણિયારી કે નજરો મને
એની લાગે.
શું કરું કાનાજી તને
કરું રે આજીજી મારું
સપનું તે ના રોળાઈ રે.
મારું સપનું તો ના
ઢોળાઇ રે.