શોધતો રહ્યો
શોધતો રહ્યો
1 min
13.5K
હું તને મંદિરમાં શોધતો રહ્યો,
તું મને ભીતરમાં શોધતો રહ્યો.
જગત બન્યું છે સ્વાર્થી તારુંં,
તું સૌને ઇમાનમાં શોધતો રહ્યો.
કોઇને ક્યાં ભરોંસો છે કોઇનો?
તું બધાને વિશ્વાસમાં શોધતો રહ્યો.
અમે તો રોજ કરીએ ભક્તિ તારી,
તું અમને વાણી વર્તનમાં શોધતો રહ્યો.
સગાં તો છે સૌ,વહાલાં ક્યાં છે?
તું 'જશ' સૌને વહાલમાં શોધતો રહ્યો.