Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

1.0  

Pragna Vashi

Others

એક ગાંધી જોઈએ...

એક ગાંધી જોઈએ...

1 min
14.3K


છે તમસનો ભાર, પાછો એક ગાંધી જોઈએ,
ભેદવા અંધાર, પાછો એક ગાંધી જોઈએ.

હિંસા ગામે ખુરશી, બારૂદ પર આરૂઢ હો,
સત્ય નામે ઠાર, પાછો એક ગાંધી જોઈએ.

ભૂખ, ભ્રષ્ટાચાર ને આ મોંઘવારી કારમી,
ચીસ પણ લાચાર, પાછો એક ગાંધી જોઈએ.

બેઉ છેડા, ક્યાં અહીં, થાયે કદી પણ એકઠા,
ચોતરફનો માર, પાછો એક ગાંધી જોઈએ.

પદ, પ્રતિષ્ઠા, ટીલે–ટપકે, દેશ પણ વેચી દીધો,
ક્યાં પછી ઉદ્ધાર, પાછો એક ગાંધી જોઈએ.

એક પર બીજો અહીં પગ મૂકીને આગળ વધે,
કંસ અપરંપાર, પાછો એક ગાંધી જોઈએ.

છે વચન ઠાલાં અહીં આસું મગરનાં હોય જ્યાં,
ત્યાં પ્રભુ!  ઊગાર, પાછો એક ગાંધી જોઈએ
ત્યાં પ્રભુ!  ઊગાર, પાછો એક ગાંધી જોઈએ


Rate this content
Log in