Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Tragedy

4  

Dipal Upadhyay

Tragedy

વાત કર

વાત કર

1 min
12.9K


કંઇક મારી વાત સાંભળ, કંઇક તારી વાત કર,

મૌનના પરદા હટાવી સાવ ખૂલ્લી જાત કર.

એકબીજા એકબીજાને જરા સમજી શકે, 

હું તને સાક્ષાત સમજું તું મને સાક્ષાત કર. 

આંસુઓ ઉમટી પડે છે જ્યારે ચ્હેરો જોઉં છું, 

આ રીતે સ્મરણો વહે છે એ સમંદર સાત કર. 

બેઉ મિસરાઓની વચ્ચે હું અને તું જીવીએ, 

દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર. 

એક છે આકાશ મારી આ હથેળીમાં અને, 

એક આ આકાશ પરથી ક્યાંક ઉલ્કાપાત કર. 

હું સમયની પાર કલ્પું છું તને કંઈ જન્મથી, 

તું જે ઈચ્છે એ સમય દિવસ કરે યા રાત કર. 

પુષ્પ જો કરમાઈ જાશે તો નહીં ફોરમ રહે, 

લાગણીઓ પર વિના કારણ નહીં આઘાત કર.


Rate this content
Log in