Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Prajapati

Others

3  

Varsha Prajapati

Others

કોશિશ કરી હતી

કોશિશ કરી હતી

1 min
6.8K


તમને જ ચાહવાની કોશિશ કરી હતી,
દુનિયા ભુલી જવાની કોશિશ કરી હતી.

સારું થયું હૃદયને રસ્તો જડી ગયો,
મેં ચાંદ આંબવાની કોશિશ કરી હતી.

પીડા નદી બનીને આંખે વહે ભલે;
કાંઠો બનાવવાની કોશિશ કરી હતી.

સૂરજ સજાવુ કયાંથી દૃષ્ટિ રહી નથી,
આકાશ ઝીલવાની કોશિશ કરી હતી.

સપનું બની વિરહનું ઘેરી વળ્યા મને;
યાદો મરોડવાની કોશિશ કરી હતી.

કોણે કહ્યું નજરને લાગે નહીં નજર,
નજરો ઉકેલવાની કોશિશ કરી હતી.


Rate this content
Log in