પહેલાં આવીજા
પહેલાં આવીજા
રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા
ચાંદ ઓગળી જાય તે પહેલાં આવીજા
તું શું જાણે, કેટલું ચાહું છું શ્યામ
ક્યાં સુધી જોવડાવીશ રાહ તું આમ
સપનાં ઊંઘી જાય તે પહેલાં આવીજા
રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા
જોઉ છું રાહ હું સજન ક્યારની
મારુંં છું આમ આંટા વિહવળ બની
આશા કરમાઈ જાય તે પહેલાં આવીજા
રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા
પડે છે મનેય તકલીફ હવે તો મનાવતાં
જાણતી નથી રોકે છે કોણ તને આવતાં
વાત સાવ વધી જાય તે પહેલાં આવીજા
રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા
આ આભના હાલ પણ છે મુજ જેવા
આ તારલા પણ કંટાળ્યા છે 'જશ' કેવા
એ બધા સંતાઈ જાય તે પહેલાં આવીજા
રાત રિસાઈ જાય તે પહેલાં આવીજા
રાત રિસાંઈ જાય તે પહેલાં આવીજા
ચાંદ ઓગળી જાય તે પહેલાં આવીજા