Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Solanki

Inspirational

5.0  

Hardik Solanki

Inspirational

એ છે દોસ્તી..!

એ છે દોસ્તી..!

1 min
703


ક્યારેક કોઈને મળવાનું થાય મન તો ,

ક્યારેક કોઈને યાદ કરીને રડે આ મન..

જૂની યાદોમાં ખોવાઈ જઈને ,

જો આંખોથી ખરે આંસુ, તો એ છે દોસ્તી..!


ક્યારેક દિલને બહુ સૂનું-સૂનું લાગે,

તો ક્યારેક મુશ્કેલીને લીધે હારે જો દિલ;

એવા સમયે કોઈનો મળે જો સાથ અને;

"હું છું ને !" કહી કોઈ રાખે ખભા પર હાથ, તો એ છે દોસ્તી..!


ક્યારેક ખુશીઓ ખરી પડે ચહેરા પરથી,

તો ક્યારેક વિચારોના વંટોળથી મન બને અશાંત,

ઉદાસીની રેખાને જો વાંચી જાણે કોઈ અને,

સ્વાર્થ વિના જ્યાં ઉડે ખુશીઓના રંગ, તો એ છે દોસ્તી..!


નિશ્ચેત જ્યાં હોય હોઠ છતાય;

કહ્યા વિના પણ સાંભળી જાય દિલની વાત,

મનના સુકા રણમાં વરસે પ્રેમ પારાવાર 'ને જ્યાં,

વિશ્વાસના તાંતણે બંધાયેલો હોય જો સબંધ, તો એ છે દોસ્તી..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational