ધરુંં છું
ધરુંં છું
1 min
6.8K
પડછાયાને દીપ ધરુંં છું,
અંધારાને પ્રિત કરું છું.
કરવાને પૂજા સરસ્વતિની,
શબ્દોમાં સંગીત ભરું છું.
મેળવવા સુખ જગનાં સઘળાં,
રોજ જન્મું છું ને રોજ મરું છું.
ક્યારેક વસંત બનું, તો કદિ',
ઉપવનનું પર્ણ થઈ ખરું છું.
બીક નથી રાખી જીવનમાં,
ઊંડા પાણીમાં હું તરું છું.
કરવા લીલું આ હૈયાંને,
ઝરણું થઈને રોજ ઝરું છું.
પામ્યો નહિ કશું તોયે પણ 'જશ',
આજ સમયની સંગ સરું છું.