Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સતના શ્વાસે
સતના શ્વાસે
★★★★★

© Drsatyam Barot

Others

1 Minutes   7.2K    9


Content Ranking

અંતરનું અંધારું શાને એકલ પંડે ભાગે,

કાઈ નહીં એ શ્વાસ સતનો થોડો થોડો માંગે.

શાને બાધ્યા જાતે બંધન જીવન ખાલી માટી,

કોના માટે પાપો કેરી મ્હેદી ઘાટી વાટી.

ઉરના છૂટા શ્વાસો ગૂન્થે, આતમ કેરા ધાગે,

અંતરનું અંધારું શાને એકલ પંડે ભાગે.

કરજો એવા કરમો જેમાં દ્વેષ ના હો લવલેશ,

આતમ સાથે કરી દોસતી કર ના ખોટા ક્લેશ.

આટી ઘૂંટી તોડી જોને જીવડો કેવો જાગે,

અંતરનું અંધારું શાને એકલ પંડે ભાગે.

આજ કાલમાં આવી જાશે જાવા કેરું ટાણું,

આવીને એ ન સાભળશે તારું મારું ગાણું.

સતની વેળા વળતાં સૌનું જીવન થાશે રાગે,

અંતરનું અંધારું શાને એકલ પંડે ભાગે.

અંતર શ્વાસ જીવન સત્ય બંધન પાપ ઉપદેશ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..