Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnima Bhatt

Others

4  

Purnima Bhatt

Others

સરનામું તું

સરનામું તું

1 min
14K


વ્હાલપનાં ભીનાં ભીનાં ઝાકળનું સરનામું તું,
યાદોનાં ઘેરા ઘેરા વાદળનું સરનામું તું.

આંખોની વાંચી ભાષા, અવતરશે અક્ષર એવાં,
વણઘૂંટયાં શબ્દે ઉકલે કાગળનું સરનામું તું.

રંગીલા ચોમાસે ભીંજાતા પારેવા બોલે,
વર્ષા પ્યાસા ચાતક આ વિહ્વળનું સરનામું તું.

નજરુંની સુરાહી થઈ છલકે આસવ મદમદતો,
એવાં કામણનાં કૈફી કાજળનું સરનામું તું.

ક્યાં કરવું મારે જઈ વંદન કો' મંદિર કે કાબા !
મારે શુભ, લાભ, સવા ને શ્રીફળનું સરનામું તું.


Rate this content
Log in