Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Khakhar

Others

3  

Parul Khakhar

Others

રહ્યા છે રસ્તા

રહ્યા છે રસ્તા

1 min
13.8K


લાલચ બતાવી સૌને તાગી રહ્યા છે રસ્તા,
છે કેટલું મનોબળ માપી રહ્યા છે રસ્તા.

બસ ઝાંઝવાને કાજે વણથંભી જાતરા છે,
જાણે છતા અવિરત ચાલી રહ્યા છે રસ્તા.

ખુદને કરે સવાલો ને ખુદ ગળે જવાબો,
ના જાણે કેમ ખુદથી નાસી રહ્યા છે રસ્તા.

કેવા શુકનમાં પહેલું પગલું ભર્યુ હશે કે,
મંઝિલ નથી મળી પણ હાંફી રહ્યા છે રસ્તા.

છે થાક ને તરસનો સંયોગ કુંડળીમાં,
બિલ્લોરી કાચ લઇને ભાખી રહ્યા છે રસ્તા.

કાંટા ને કાંકરા દે, ખાડા ને ઠોકરો દે,
લટકામાં દઈ વળાંકો ડારી રહ્યા છે રસ્તા.

હરએક નામધારીનો નાશ છે પરંતુ,
ખુદના અમરપટાથી થાકી રહ્યા છે રસ્તા.


Rate this content
Log in