Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
કશું બોલતાં નથી
કશું બોલતાં નથી
★★★★★

© Mukesh Jogi

Others Romance

1 Minutes   13.5K    4


Content Ranking

ફરિયાદ આપની છે અમે આવતાં નથી,

આવું છું ત્યારે આપ કશું બોલતાં નથી.


સાકાર એજ છે ને નિરાકાર એજ છે,

શાને હૃદયપટલ તમે તો ખોલતાં નથી.


વિષધારી છું ને ડંખવુ મારો સ્વભાવ છે,

માનવની જેમ ઝેર અમે ઓકતા નથી.


જો ચાહતા નથી મળે ઉપનામ કાગાનું,

શબ્દો મહીં મીઠાશ હજું ઘોળતા નથી.


જોવું બધું જ હોય છે મનગમતુ આપણે,

પણ સાચનો કદી સુરમો આંજતા નથી.


પરિણામ છે નઠારૂ બધી હોંશિયારીનું,

આંતરડી કોઇની કદી જો ઠારતા નથી.


ખપ લાગવુ તમામ ને "પાગલ" મિજાજ છે,

યશ, નામના કે કિર્તી કેરાં ઓરતાં નથી.

ગઝલ મિલન એકાંત ફરિયાદ નિરાકાર ઝેર પરિણામ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..