Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bipin Agravat

Drama

2.5  

Bipin Agravat

Drama

અણધાર્યો વરસાદ..!

અણધાર્યો વરસાદ..!

1 min
225


આમ તો જુઓ ! કેવો અંધાર્યો વરસાદ..!

પણ શા કામનો, એ અણધાર્યો વરસાદ..!

 

અષાઢી મેઘ ગાજતો ને શ્રાવણમાં એ મન મૂકી વરસતો,

સાંભળ્યું’તું કે ધરતીને મળવા કાજે એ પણ બહુ તરસતો.

 

પણ હવે તો એને ઇચ્છા થાય ત્યાં એ વરસે છે,

એના આવવાની રાહ જોતાં ઘણાં હજુ તરસે છે.

 

એને જ્યાં મન ફાવે, ત્યાં એ પડે,

બાકી બધાં જળ માટે ભલેને લડે!

 

ક્યાંક ફાટે વાદળ ને કરી નાખે પાણી-પાણી,

સજીવ ને નિર્જીવ સૌની એ કરી નાખે ઘાણી.

 

ખેતર વચાળે બેઠો ખેડુ આકાશ સામે જોવે છે,

પાડોશમાં વરસાદ જોઈ, નસીબને એ રોવે છે.

 

માન્યતાઓ હતી જે બધી, આજે એ ખોટી પડી,

આકાશમાં અચાનક જ, વાદળી જો આવી ચડી.


Rate this content
Log in