Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

કેમ સંભળાય છે?

કેમ સંભળાય છે?

1 min
6.9K


મૌન તમારુંં આજ કેમ પડઘાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?

દિવાલો પણ કકળાટ કરે છે,
ચુપકીદી પણ ગણગણાટ કરે છે.
પડઘાઓ એકબીજાને કેમ અથડાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?

ચાહતને ઊડવું'તું પંખી બની,
આભને અડવું'તું એને જરી.
લાગણીઓ આમ કેમ ધરબાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?

દિલને આજ તો બહેંકવું છે,
મનની ઊર્મિઓને ટહુકવું છે.
પ્રણયનાં શબ્દો આમ કેમ ગભરાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?

ઊડ્યા ફુવારા સુગંધનાં ચોમેર,
ખુશ્બુ વેરાઈ છે ઠેર ઠેર,
કોઇ 'જશ' નાહક કેમ વળખાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?

મૌન તમારુંં આજ કેમ પડઘાય છે?
તેનો આટલો શોર કેમ સંભળાય છે?


Rate this content
Log in