Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsiddhi Enterprises

Inspirational

3  

Harsiddhi Enterprises

Inspirational

તુંજ તારા ભાગ્યનો વિધાતા

તુંજ તારા ભાગ્યનો વિધાતા

3 mins
13K


 "તુંજ તારા ભાગ્યનો વિધાતા"

મોટાભાગે આપણે અનુભવીએ છીએ અથવા સાંભળીયે છીએ કે જીવન રોજ વધું ને વધું અઘરું થતું જાય છે , પણ ક્યારેય વિચાર કર્યો કે આપણને એ એટલું અઘરું શા માટે લાગે છે ?. પરીક્ષા ખંડમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર તો સરખુજ હોવા છતાં એક ને વધારે ને બીજાને ઓછા ને ત્રીજો તો સાવ નાપાસ, આની પાછળનું મૂળ કારણ એ કે દરેકની પોતપોતાની અભ્યાસની તૈયારી ઓછી વધતી હોય છે. 

જીવન નું પણ કંઈક આવુજ છે , આપણે ફરિયાદ બઉ સરળતાથી કરી લઈએ છીએ કે નસીબ અથવા ઈશ્વર માથે દોષ થોપી દઈએ છીએ પણ એ વિચાર ક્યારેય નથી કરતા કે આપણને મળેલું નિષ્ફળતાનું ફળ એ આપણીજ ઓછી તૈયારી નું પરિણામ છે.

બ્રહ્મ કુમારી શિવાનીજીએ એક વાર એક ઇન્ટરવ્યૂમાં ખૂબ સરસ સમજ આપેલી.

આપણું ભાગ્ય કેવીરીતે ઘડાય છે ? ,

આપણાં ભાગ્ય નો ઘડનાર ઇશ્વર નથી પણ આપણા વિચારો છે.

શ્રીમદ ભગવત ગીતાજી માંથી જે કર્મનો સિદ્ધાંત આખી દુનિયા સ્વીકારી ચુકી છે એ આપણે પણ સ્વીકારી લઈએ તો એના આધારે આપણા દરેક વિચાર અપણાં કર્મનું કારણ બને છે, આપણાં વિચારો આપણાં શરીરનાં દરેક અંશને અસર કરે છે અને એ શરીર કર્મ કરે છે .

અર્થ એ થયો કે શરીર એવુજ કર્મ કરે છે જેવા એને વિચારો આપવામાં આવ્યા છે ને એજ કરેલા કર્મનાં આધારે આપણું ભાગ્ય ઘડાતું હોય છે. ક્રોધ તમારા ચહેરા ને કદરૂપો બનાવતો જાય છે , છળ કે કપટ કરનારી વ્યક્તિ તમને કોઈ કારણ વગર પણ જોવી ગમતી નથી. ક્યારેય વિચાર્યું છે કે મંદિર ના શાંત વાતાવરણ માં ૧૦-૧૫ મિનટ ધ્યાન માં બેસ્યા પછી ચહેરા પર કેમ એક અલગ પ્રકાર ની શાંતિ દેખાય છે ? , કેમ ક્યારેક ખુબજ માનસિક તાણ સહન કરનારી વ્યક્તિ કોઈ સારું સંગીત સંભાળે તો એના ચહેરા પર સ્મિત ખીલી ઉઠે છે ?. પ્રસાદ નો રવાનો શીરો કેમ મીઠાઈ તરીકે બનાવેલા શીરા કરતા વધુ મીઠો લાગે છે ? કારણ એમાં ભક્તિ ભાવ ઉમેરાયો હોય છે. રોજ ની જિંદગી માં કરતા કર્મોને જો પ્રસાદ ભાવનાથી કરીએ તો શું મીઠાશ નહિ મળે ?

આ ઉદાહરણો એ સાબિતી છે કે તમારા વિચારો તમારા શરીર ના અંશે અંશ પર અસર કરે છે ને એજ શરીર દ્વારા કરતા કર્મ થી ભાગ્ય ઘડાય છે . કદાચ ભાગ્ય ને મસ્તિષ્ક ના મધ્યમાં એટલાજ માટે જોવા માં આવતું હશે કારણ વિચારોનો જન્મ ત્યાંજ થાય છે.

નસીબને દોષ આપતા પહેલા એક નજર કરેલા કર્મો પર નાખી લેવી જેથી એ સમજી શકાય કે આ ક્ષણે જે સારું નરસું ફળ આપણને મળી રહ્યું છે એ આપણા ભૂતકાળમાં કરેલા કર્મનુંજ reaction છે. હવે નક્કી આપણે કારવાનું કે આજ પછી નું ભાગ્ય સારું જોઈતું હોય તો આજનું કર્મ સારું કરવું અનિવાર્ય છે ને એના માટે હવે પછી ની દરેક ક્ષણે કરાતો વિચાર સારો હોવો અનિવાર્ય છે. સારા નરસા કામોની સમજ આપણને સૌને છેજ ફક્ત એને અનુસરવાની જરૂર છે. જ્યોતીષ શાસ્ત્ર કે વાસ્તુ શાસ્ત્ર ના વૈજ્ઞાનિક તારણો ચોક્કસ હશેજ એમાં ના નથી પણ જો કર્મ ને અવગણીશુ તો કોઈ શાસ્ત્ર કામ નહિ આવે.

એટલું જો સમજી શકાય કે " કર્મો દ્વારા કરાતી સુખની ખેતીમાં છળ, બળ કે કળ નો ઉપયોગ જેટલો ઓછો કરશું એટલુંજ સુખનું ફળ મીઠું ઉપજશે"...

શુભ દિવસ                                                                                     


Rate this content
Log in