Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Romance Inspirational

4  

Harshida Dipak

Romance Inspirational

પ્રેમને પીવાનું ગીત

પ્રેમને પીવાનું ગીત

1 min
13.7K


નજરું વીંધાણી તારા જ દેશમાં 

હવે લાઇ જાને તારા પ્રદેશમાં...

હરિ... લઇ જાને તારા પ્રદેશમાં...

નાના છોડવાને પાન નથી ઊગતાં,

તોયે ધરતીથી આભ લગ પુગતાં.

વ્હાલ પથરાણું તારું અવશેષમાં...

હરિ... વ્હાલ પથરાણું તારું અવશેષમાં... નજરું વીંધાણી તારા...

વહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં, 

જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં.

કોઈ અદકેરું આવ્યું પ્રવેશમાં...

હરિ... અદકેરું આવ્યું પ્રવેશમાં... નજરું વીંધાણી તારા...

તારે આંગણે આવીને નાચતી, 

મીઠાં શામણાઓ પરબીડીયે વાંચતી. 

તારા પ્રેમને પીતી હું હોશમાં...

હરિ... પ્રેમને પીતી હું હોશમાં... નજરું વીંધાણી તારા...


Rate this content
Log in

Similar gujarati poem from Romance