જીવતર પગભર હતું મા
જીવતર પગભર હતું મા
1 min
6.5K
તારા શ્વાસે તો અમારું આ ધબકતું ઘર હતું મા
સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા
ધોમધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું
વહાલનું વાદળ વરસતું શ્રાવણી ઝરમર હતું મા.
દુ:ખમાં પણ શાતા મળતી: કેમ કે તું તો હતી ને?
તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા.
યાદ આવે છે મને હાલરડા ને જાગી જવાય છે;
સ્વપ્નમાં તારું મલકતું મુખડુ મનહર હતું મા.
જિંદગીના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્યા;
જીંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા