Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


સરખે સરખી સૈયર આજે .

સરખે સરખી સૈયર આજે .

1 min 6.7K 1 min 6.7K

સરખે સરખી સૈયર આજે ચાલી પાણી ભરવા
સામે ઊભો સાંવરિયો ને વાતો માંડી તરવા

 નજરું  નીચી  ઢાળી  દીધી
    બેડલીયાની  ધાર  ન  દીઠી
મનમાં  મીઠી  અવઢવ  ચાલે
 ઝાંઝર સરખા કરવા
         સરખે સરખી સૈયર આજે ...

હૈયામાં  આનંદ  ઉછળતો
    જાણે  આખો  બાગ  ઉઘાળતો
પગલું  પગલું  મઘમઘ  થાતું  
          માંડ્યુ છે પાંગરવા
  સરખે સરખી સૈયર આજે ...

 ધુમ્મસ  જેવો   મોર  ટહુકે
      ધબકારો    એકે   ન    ચૂકે
         મન  પણ  બન્યું   કેવું   ઘેલું
               પોતાને પાથરવા 
               સરખે સરખી સૈયર આજે ..


Rate this content
Originality
Flow
Language
Cover Design