કાળી ડિબાંગ
કાળી ડિબાંગ
સાંજ છેલ્લી ઘડીઓ ગણતી હતી,
આળસ મરોડતી નિશા જડતી હતી.
શૈશવ એનું સહુ કોઈ માણતા હતા,
ઘરમાં વાળુ ટાણે રોજે દિવાળી હતી.
ને યુવાની મદમસ્ત થઈને ઘેરી બની,
કાળી ડિબાંગ એ કામણગારી હતી.
આયુષ્ય આદિત્યના અસ્તિત્વએ
હસીખુશીથી આનંદે માણતી હતી.
ને કોણ હાસ્ય સંગ મૃત્યુ સ્વીકારે?
એ અજન્મ ને ચિરંજીવ મજાની હતી.