Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

મોસમ આવી છે

મોસમ આવી છે

1 min
6.7K


હવે આ શ્વાસ છોડવાની,
નદીએ  સમુદ્રને મળવાની,
વરસાદની ઝાકળ બનવાની,
મોસમ આવી છે....

હવે તને મળવાની,
નવા સંગમેં પહોંચવાની,
પ્રેમના નામે વરસવાની,
મોસમ આવી છે....

હવે અહીં નવું બનવાની,
કુંપળનાં નામે જનમવાની,
ભીની મહેંકમાં ડૂબવાની,
મોસમ આવી છે....

હવે ફરી એ જ શ્વાસની,
થઇ તરબતર પાણીપાણી ,
વાદળ બની વરસવાની ,
મોસમ આવી છે....

બસ હવે તારા નામની,
અનંત અલખનાં ધામની,
ધૂણી ધખવવાની,
મોસમ આવી છે....


Rate this content
Log in