Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

હવે

હવે

1 min
321


દ્વાર પર હળવેથી ટકોરા મારશે,

આમ નિંદ્રાથી જગાડી તારશે.


જાપ જપવા હાથ માળા રાખશે,

કેમ એનો હાથ કંપે, ધારશે ?


ને હ્રદયમાં ભેદ નોખો સાચવ્યો,

આવજો બોલી નજરથી ઠારશે.


તોડ બંધન ઊડી જા આઝાદ છો,

પાસ આવી એજ પાછો વારશે.


તું નથી ને હું નથી તો કોણ છે ?

એજ સમજણ આજ પાછી મારશે.


હા ! કદર કરશે નહીં ક્યારેય ને,

એ વિરહ પર આજ આંસુ સારશે,


શું કરુંની મૂંઝવણમાં એ હતો,

એ યત્ન છોડી 'હવે' ત્યાં હારશે.


Rate this content
Log in