Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

નદી

નદી

1 min
674


ઘનશ્યામ અશ્રુ બની અમી વરસે ઉંચે પહાડે,

તુંગ શિખરે બાદલ છાંટે જલ બિંદુ રાત દહાડે,


નીરદ આંચળ ઝરણા થયા વહેતા નીર સરકી,

શુભ પ્રાત થયું ને ગીરીમાળામાં સરિતા ફરકી,


ભૂધર ડુંગરા કુદાવી ધરતી પર રહી નદી વહી,

વનરાઈ ને જન જંગલની તૃષા છીપાવતી રહી,


કૂવા વીરડા તળાવ ને સરોવર જળે છલકાયા,

જગ પર નીર નિહાળી નાના ભૂલકા મલકાયા,


મીઠું સલિલ શિર લઈ જમીન પર સૈર કરતી,

છલકાતા નીરની ઉપરે રમ્ય કંઈ નૌકા તરતી,


ઉસ દરિયે મીઠાશથી ગ્રહણનો પડકાર ઝીલતી,

સતી સમ સરિતા સમાય રત્નાકરે હસતી ખીલતી,


એક દિન તટિની ઊંધે શીર પર્વતથી જો પટકતી,

ઉછળતી દોડતી નિર્ઝરિણી શૈલથી કેવી છટકતી,


ખળખળ વહેતી તરંગિણી પ્રેમનો સંદેશ રેલાવતી,

બે કાંઠે નગરો વસાવી દયાવાન હાથ ફેલાવતી,


જોઈ માનવો પ્રદુષિત કરતા નદીને ખિન્ન ભાસે,

વિચારે દ્વીપવતિ સંકેલવા માયા માનવી ત્રાસે,


ધીરજ ધરી શાંત ચિત્તે લોકમાતા સરતી સરિતા,

જઈ ઓગળી રત્નાકરે વારિ મધુ અમ્બુ ભરિતા,


ઝંખે જલધિ મધ્યે દિનરાત પિતા શૈલ મળવા,

વિચરે ગગન પર થઇ જીમૂત નવઅંગ બળવા,


વટાવી વેગે વાયુ થકી ધરા મેઘ ધારા વરસે,

ખબર એને ક્ષમાધર શૈવાલિની મિલન તરસે,


ઘન શ્યામ અશ્રુ બની અમી વરસે ઊંચે પહાડે,

તુંગ શિખરે બાદલ છાંટે જલ બિંદુ રાત દહાડે !


Rate this content
Log in