Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખોટો છે
ખોટો છે
★★★★★

© Vijaykumar Jadav

Others

1 Minutes   1.3K    5


Content Ranking

પૈસે જે જણ મોટો છે;
એવો માણસ ખોટો છે.

અમથો જે વાગ્યા કરે;
તો એ ખાલી લોટો છે.

છો ને 'ના' કહેતો ફરે;
સાબિતી પરપોટો છે.

હાથ ના કરશો તમે;
આ તો ઝાલી નોટો છે.

છેતરે છે માણસો;
કે'શે આ ગલગોટો છે.

રહેવું ચેતીને હવે;
નકલી બન્યો ફોટો છે.

મૂકો સંભાળી બધું;
ચોરનો ક્યાં તોટો છે?

બદલે છે રંગો ઘણાં;
મનનો માણસ ખોટો છે.

સાપનો વિશ્વાસ શું ?
એ ગમે 'ને ચોંટો છે.

ઓ 'વિજય' છોડો જફા,
જૂઠનો ક્યાં તોટો છે?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..