ટેવ મારી
ટેવ મારી
શબ્દોને સજાવવાની ટેવ મારી,
અર્થોને ઘટાવવાની ટેવ મારી.
શબ્દ ફળ અને અર્થ રસ એનો,
સત્યને પ્રગટાવવાની ટેવ મારી.
શબ્દની તોડજોડમાં મથવાનું,
અનુભૂતિ આકારવાની ટેવ મારી.
શબ્દ નાદબ્રહ્મ સુધી લૈ જનારો,
પરબ્રહ્મને શોધવાની ટેવ મારી.
શબ્દ ઉરથી અધરે કલમે આવે,
સુષુપ્તને ઢંઢોળવાની ટેવ મારી.