Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

રહી જાય શબ્દો

રહી જાય શબ્દો

1 min
13.5K


અધરમાં અધૂરા રહી જાય શબ્દો,
બધા એ ગઝલનાં બની જાય શબ્દો

મને છેક મારામાં લઈ જાય શબ્દો,
પછી આપમેળે ખરી જાય શબ્દો.

ફૂલો પરથી ઝાકળ ગયું ત્યારે લાગ્યું,
લખી કોઈ જાણે લૂછી જાય શબ્દો.

પલાંઠી હું વાળીને શોધી શક્યો ના,
હું ખોવાઈ જાંઊ મળી જાય શબ્દો.

હું માણસના ચહેરાને વાંચી શકું તો,
મને માણસાઈ કહી જાય શબ્દો.

આ લોહીનું પાણી થવું જોઈએ દોસ્ત,
પછી શક્ય છે કે જીવી જાય શબ્દો.


Rate this content
Log in