Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

નહિ બોલું

નહિ બોલું

1 min
7.0K


તારી સંગ નહીં બોલું, નહિ બોલું... જાને કાના તારી સંગ હવે નહિ બોલું રે.

રાત અધરાત તું વેણુ વગાડે, તારી વેણુના સૂર મારી નિંદર ઉડાડે રે.

ગોપીઓ સંગ તું લીલા રચાવે. રાધા સંગ તું રાસ રચાવે રે.

તારી સંગ નહિ બોલું, નહિ બોલું... જાને કાના તારી સંગ હવે નહિ બોલું રે.

વિનવી વિનવીને હું થાકી તો પણ ના આવે અમારી સંગાથે રે.

ગોકુળ વૃદાંવનમાં લીલા કરતો, પણ મારે આંગણીયે દરશન ના દેતો રે.

તારી સંગ નહિ બોલું, નહિ બોલું... જાને કાના તારી સંગ હવે નહિ બોલું રે.

મથુરા તારું દ્વારકા તારું... પાંડવનું ઇન્દ્રપ્રસ્થ હશે તારું. હશે તું ત્રણ ભુવનનો નાથ રે.

નામ તારું રટી થાકું રે કાના તો પણ તું ના સાંભળે મારી વાત રે.

તારી સંગ નહિ બોલું, નહિ બોલું... જાને કાના તારી સંગ હવે નહિ બોલું રે.

'કાજલ' કહે હું ના રાધા ના મીરાં કે ગોપી ના સખી ના કોઇ તારી રે.

કાના હું તારી પૂજારણ બની જીવું રે.

જાને કાના તારી સંગ હવે નહિ બોલું, નહિ બોલું... હોય તારે ગરજ તો હવે તું મનાવજે રે... 

તારી સંગ નહિ બોલું, નહિ બોલું... જાને કાના તારી સંગ હવે નહિ બોલું રે.

 


Rate this content
Log in