Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

2  

Anil Vala

Others

કવિતા

કવિતા

1 min
6.8K


હું ગાંધીજીને મળ્યો

ત્યારે કોઈ એમની બાજુમાં નહોતું

નહોતા કસ્તુરબા કે નહોતા હરિલાલ

નહેરૂ કે સરદાર પણ નહીં

ગોડસે પણ ક્યાંક બહાર ગયેલો

અરે!

કોઈ રાજકારણી પણ નહીં

મને બહુ નવાઈ લાગી

મેં પૂછ્યું : બાપુ એકલા એકલા શું કરો છો...

મને માથા પર હાથ ફેરવી બાપુ બોલ્યા :"આવી ગયો અનિલિયા?

હું તારી જ રાહ જોતો હતો...

હું એકલો નથી...

લે, તને ઓળખાણ કરાવું..

આ મારી બાજુમાં જો...

આમને લોકો નરસિંહ મહેતા કહે છે.

અરે! મારું તો ધ્યાન જ ન ગયું

મેં નરસૈંયાને પ્રણામ કર્યા.

મેં મારા કર્કશ અવાજમાં

વૈષ્ણવજન પદ લલકાર્યું...

બાપુ એ વખતે ૨૦૦૦ અને ૫૦૦ની

બદલાયેલી નોટ જોતાં હતાં

અને એક કોટ પહેરવાનો પ્રયત્ન કરતાં હતાં

મેં કહ્યું : અરે બાપુ આ બધું શું?

મને કહે: તું પણ નોટ જ છે સાવ...

શું મારું આ જન્મનું નામ તું નથી જાણતો?

મેં ડોકું ધુણાવી ના પાડી:

મને બાપુ કહે: સાંભળ,

મારું નામ છે : નરેન્દ્ર મોદી.

આ વખતે રાજકારણ

બીજું કશું નહીં...

 

                       


Rate this content
Log in