Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પડદાની વચ્ચે
પડદાની વચ્ચે
★★★★★

© Sanjay Bapodaria

Others

1 Minutes   7.1K    6


Content Ranking

મોત અને મડદાંની વચ્ચે,
જંગ રહ્યો પડદાની વચ્ચે.

વીર અડીખમ ઊભો છે જો,
કાયરનાં ઢગલાની વચ્ચે.

લોક ડરે ના ચિનગારીથી,
જીવે છે ભડકાની વચ્ચે.

એક જ તાલે પાયલ છમકે,
ફર્ક નથી પગલાંની વચ્ચે.

માણસ આખ્ખો અટવાયો છે,
અફવા ને ઘટનાની વચ્ચે.

યાદ અને અરમાનો લૈ ને,
જીવું છું સપનાંની વચ્ચે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..