Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 મોતનો પણ...
મોતનો પણ...
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   13.8K    5


Content Ranking

મોતનો પણ એક મોભો હોય છે .*
કેવા કેવા સૌ રિવાજો હોય છે ?   

જે અહિયાં  મોતને   જીતી   ગયા;
એમનો નોખો  જ  ચોકો  હોય  છે .

કાંધે કાંધે આ  જનાજો જ્યાં  ગયો;
માર્ગ મસ્જીદનો ય  રોતો  હોય  છે.

કેટલું અઘરું  ગણિત  છે  મોતનું ?
સાચો ઉત્તર  પ્રશ્ન  ખોટો  હોય  છે.

તું  વચન ને પાળતા ખોટો પડે;
મોત  વેળાએ તું  થોડો  હોય  છે?

તું તરસની વાત સાંભળતી નથી
રોજ જાણે તારે રોજો હોય છે

જાય છે જીવી મરી ને પણ “દિલીપ”;
બાકી તો  દીવાલે  ફોટો  હોય  છે.

મોત ગણિત વચન તરસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..