Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

પામી ગયા

પામી ગયા

1 min
6.7K


શબ્દની સુ-ગંધ ને આવારગી પામી ગયા;
એ બધા સાહ્જિકતા ને સાદગી પામી ગયા.

પ્રેમપત્રે જીવવું જાણી ગયા જ્યારે શબદ
એટલામાં શ્વેત વસ્ત્રો કાગદી પામી ગયા.

રાખે ના વિકલ્પ એકે રક્તના વહેવા સિવાય
મુક્ત ઝરણાંની જ એવા પાલખી પામી ગયા.

વૃત્તિ આકાશી રહે ને પગ રહે ધરતી ઉપર
એ ફળાઉં વૃક્ષ સૌ ઉત્તમ જમીં પામી ગયાં.

ક્યાંય પણ લો; પહોંચવાની ક્યાં ઉતાવળ છે જ કે--
છત્ર સમ ઘરના જ છાયે બેખુદી પામી ગયા!


Rate this content
Log in