Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

વિશ્વના પ્રવાસી

વિશ્વના પ્રવાસી

1 min
6.8K


બેસી ગયાં છે ભીતર જે બારણાંથી ત્રાસી;
એવાં યે આપણામાં છે વિશ્વના પ્રવાસી.

સંચાર સંતુલન છે એવું ય જેઓ જાણે;
એ આંખથી જ બોલી ચિંધે અસલ અગાસી.

આકારમાં અનલહક સ્વીકારમાં સહજ હો,
જીવી સહજ જે જાણે વાસ્તવનો એ ખલાસી.

દિવસે હૂંફાળાં લાગે ને રાત્રિએ સલામત,
શ્વાસો ય મિત્ર સરખા આઠે પ્રહર ઉદાસી.

બેસો તો બેસવા દે, ઊંઘો તો ઊઘવા દે,
જાગો તો જાગવા દે એવી જગ્યા ય ખાસ્સી!


Rate this content
Log in