Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

એવો વરસાદ પડ્યો જો તું

એવો વરસાદ પડ્યો જો તું

1 min
13.8K


એવો વરસાદ પડ્યો જો તું,
ખાડાઓ ઉભરાઈને ખાબોચિયા થ્યા તો દરિયાનું પડી ગયું મોઢું.
 
સ્કુલમાંથી છુટેલા બાળકોની જેમ બધે દોડતા'તા આમતેમ લોકો,
સુકવેલા કપડાને લેવાને છોકરીને મળ્યો'તો ભીંજાવાનો મોકો.
છોકરી પર વરસાદી મોતીનો ઢોળ જોઈ વાદળું પણ ખાઈ ગયું ગોથું.
 
એવો વરસાદ પડ્યો જો તું...
 
રસ્તાએ વ્હેણોને આપ્યો'તો માર્ગ જાણે હો કોઈ ૠણાનુબંધ,
કુદરતના હાથથી ઢોળાયું હો અત્તર એવી પ્રસરી ગઈ ભોમ પર સુગંધ.
જેમ કાન્હામાં ઓતપ્રોત રાધા થઈ જાય ને સૌ ગોતે એમ હું ખુદને ગોતું
 
એવો વરસાદ પડ્યો જો તું,
ખાડાઓ ઉભરાઈને ખાબોચિયા થ્યા તો દરિયાનું પડી ગયું મોઢું.


Rate this content
Log in