Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

અમે

અમે

1 min
7.1K


રેતમાં પણ વહાણો ચલાવ્યાં અમે,
વાદળો દુઃખનાં સૌ હટાવ્યાં અમે.

કેટલા ઘાવ ઝીલ્યા કયાં યાદ છે,
આંસુઓ વેદનાના છુપાવ્યાં અમે.

છૂટકો ક્યાં હતો લડત આપ્યા વિના,
ભીતરી દુશ્મનોને હરાવ્યા અમે.

કેટલી વાર માગી પછી તો ક્ષમા,
આમ નારાજ સૌને મનાવ્યા અમે.

પ્રેમનું જ હથિયાર લઈને 'જશ' ગયા,
પારકા પોતિકા સૌ બનાવ્યા અમે.


Rate this content
Log in