Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

એ મારી મા

એ મારી મા

1 min
7.1K

વેહલી સવારે ઊઠે,
કપડાં ધુએ,
પાણી ભરે,
ગરમા ગરમ બનાવી નાસ્તો,
બૂમ પાડે,
બેટા ચાલ હવે પીલે ચા,
એ મારી મા....

નવડાવે, ધોવડાવે,
પહેરાવી ચોખ્ખાં કપડાં,
મને તૈયાર કરે,
તેલ નાખી માથું ઓળે,
ભરપેટ જમાડી,
ડબ્બામાં નાસ્તો ભરી,
કહે, હવે નિશાળે જા,
એ મારી મા....

એકલી બેઠી રાહ જુએ,
નાસ્તો અને ચા તો તૈયાર જ,
થેલામાંથી નોટ કઢાવી,
મારો હાથ પકડે,
પછી ધીમેથી લખાવે,
'ક' ને કાનો 'કા',
એ મારી મા...

હંમેશા પૂછે મને,
શું જમવું છે?
શ્રમ રસોડે અપાર કરી,
બનાવે ભાવતું ભોજન,
માથે ફેરવી હાથ,
મોંમાં મૂકી કોળિયો,
કહે, લે દીકરા ખા,
એ મારી મા....

રાતે પાસે સુવડાવે,
હાથ ફેરવતી,
પળે પળે ભેટતી,
તેને કેહવું ના પડે,
કે કોઈ મીઠું હાલરડું ગા,
એ મારી મા...

સાચામાં હોય જેની હા,
ખોટામાં હોય જેની ના,
હંમેશાં શીખવતી,
માણસ થા,
એ મારી મા...

Rate this content
Log in