Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmesh Palsana

Others

2  

Dharmesh Palsana

Others

અલગ હોય છે

અલગ હોય છે

1 min
1.1K


વેદનાને સેહતાનો મિજાજ અલગ હોય છે,
વેંતભર ઉંચા જણોનો રુબાબ અલગ હોય છે.
 
ચતુર માનવ ચોપડામાં ભલે લખે ખરું ખોટું,
પ્રભુની ખાતાવહીનો હિસાબ અલગ હોય છે.
 
પારણાં અપવાસના ઢોલના અવાજ થાય છે,
ભૂખના મૂંગ રુદનનો અવાજ અલગ હોય છે.
 
પ્રેમના નામે લખાતી રહી નવલકથા ઘણી,
જાત અનુભવ વર્ણનોની કિતાબ અલગ હોય છે.
 
બક્ષિસમાં તમને સુરજ ચાંદ દઈ શકે બને ખરું,
આત્મસંતોષે મળેલો ખિતાબ અલગ હોય છે.-
 
 


Rate this content
Log in