Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ચોરીને ગયાં છે

ચોરીને ગયાં છે

1 min
7.0K


દિલ અમારું એ ચોરીને ગયાં છે 
'આવીશ પાછી' કહીને ગયાં છે 

ગાયા કરીએ જીવનભર એવાં 
ગીતો પ્રેમનાં ગાઈને ગયાં છે 

થાય મન મમળાવાનું રોજ જેને 
વહાલ એવું કરીને ગયાં છે 

હતાં ખુશ બન્ને અમે એકબીજાથી 
એવું નથી કે રિસાઈને ગયાં છે 

કરતાં હતાં પ્યાર અમોને અસીમ 
એમ તો અમારાં થઈને ગયાં છે 

સદાય સાથે છે દિલમાં અમારા તે 
સાથે રહેવાના કોલ દઈને ગયાં છે 

યાદો બની છે સહારો હવે 'જશ' 
બીજું બધુંતો એ લઈને ગયાં છે


Rate this content
Log in