Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

જેવી છે એવી મારી બાની છે

જેવી છે એવી મારી બાની છે

1 min
13.2K


જેવી છે એવી મારી બાની છે,

સાવ સીધી સરળ કહાની છે,


રોજ અફળાઉ છું કિનારા પર,

એક સાગર છું આ નિશાની છે,


એક ભૂખ્યો ટગર ટગર જુએ,

ચાંદ જાણે કે કોઈ વાની છે,


રાતને પણ કદીક ઉગવા દો,

આ રજૂઆત તો ઉષાની છે,


કૂંપળો જેવું કંઈક ફૂટે છે,

આપની આ મહેરબાની છે,


હાથની હાથ પર તહોમત છે,

આંગળીઓ ની એ જુબાની છે,


દર્દ જેવું કશું નથી "જોગી",

નામ એનું જ તો જવાની છે.


Rate this content
Log in