નોતરો વરસાદમાં...
નોતરો વરસાદમાં...
1 min
7.0K
લાગણી ના નાંગરો વરસાદમાં,
યાદને વ્હેતી કરો વરસાદમાં.
પ્રેમ છે તો લો કબૂલી પ્રેમથી,
જાતને ના છેતરો વરસાદમાં.
સૂકુંભઠ જીવન જીવ્યાં જો આપણે,
કેમ કરવો ખરખરો વરસાદમાં?
વીજ કહેતી : ‘‘આભમાં ઉકળાટ છે..
વાદળોને નોતરો વરસાદમાં.’’
આજ ‘પ્રજ્ઞા’ કૈ રીતે સુક્કી રહે?
છે પવન અળવીતરો વરસાદમાં.