Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

ઉપાસના.

ઉપાસના.

1 min
13.9K


પ્રભાતે પંખી કલરવ કરીને કરે ઇશ ઉપાસના,

દિનમણિ આભે તેજ ભરીને કરે ઇશ ઉપાસના.


સુગંધિત પુષ્પોને વળી શીળી છાયા પથિકને,

દ્રુમ ૠતુમાં મિષ્ટ ફળ ધરીને કરે ઇશ ઉપાસના.


લૈને વારિ ઉછીનું અબ્ધિથી નભમાં ગરજતાં,

ઘન અવની પર મીઠાં વરસીને કરે ઇશ ઉપાસના.


કો' સેવાભેખધારી જનમાં જનાર્દન પામી જઈ,

જનસેવામાં પ્રભુને પરખીને કરે ઇશ ઉપાસના.


શીતળ મંદ સુગંધિત અનિલ અવની શોભાવે,

ગ્રીષ્મમાં એ ' લૂ ' જાણે હરીને કરે ઇશ ઉપાસના.


શશી અમી શાં કિરણો વ્યોમ મધ્યેથી વરસાવે,

શીતળતા સૃષ્ટિને ઇંદુ બક્ષીને કરે ઇશ ઉપાસના.


સમૂહ પ્રાર્થના સમા સૂરે મુખપાઠ છાત્રો કરતા,

લગની અધ્યેતાની એ દેખાડીને કરે ઇશ ઉપાસના.


સેવા સર્વની કરનારી નારી ત્યાગમૂર્તિ સમી ગણી,

કુંટુંબ કાજે નિજને અવગણીને કરે ઇશ ઉપાસના.


Rate this content
Log in