Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayurkumar Jethava

Others

2  

Mayurkumar Jethava

Others

વિચિત્ર પ્રાણી

વિચિત્ર પ્રાણી

1 min
1.3K


બહુ વિચિત્ર પ્રાણી છે આ માનવી,

શૂન્યમાંથી હજાર કમાતાં જ એને આવક જોઈએ છે લાખની..

બહુ વિચિત્ર પ્રાણી છે આ માનવી...

 

શું સારું - શું ખરાબ એ જાણતો થયો છે,

સંબંધોને એ માણતો થયો છે,

હજુ કાલે લોકોને પારખવામાં હતો કાચો...

આજે પોતે જ પોતાની જાતને જાણતો થયો છે.

બહુ વિચિત્ર પ્રાણી છે આ માનવી...

 

કમાય છે એટલું કે એના ખિસ્સામાં ક્યાં સમાય છે!

તેમ છતાં દિવસ-રાત 'નથી... નથી...'ના ગીત ગવાય છે,

પોતાના જ નડે છે પોતાને અહીંયાં તો.

બસ ખોટા નામ એ બિચારા ગ્રહોના અપાય છે.

બહુ વિચિત્ર પ્રાણી છે આ માનવી...

 

લે છે ઊછીનું પોતાના સપનાં સાકાર કરવા,

પછી રોજ ઉપાધિ કરે છે એના વ્યાજની,

નથી જાણતો એક પળનું પણ ભવિષ્ય...

તેમ છતાં ચિંતા કોરી ખાય છે એને કાલની.

ખરેખર સાહેબ... બહુ વિચિત્ર પ્રાણી છે આ માનવી.

 

 

 

 

 


Rate this content
Log in