Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હેતભીના  ભાવ
હેતભીના ભાવ
★★★★★

© Masum Modasvi

Others

1 Minutes   12.9K    7


Content Ranking

સાવ ઓછા થઇ ગયેલા ભાવને,
હોયજો કારણ અગર સમજાવ ને.

હેતભીના ભાવ સ્વીકારી પછી
તે હવે કે છે જરા શરમાવ ને

લો ઘણી વેઠી વિરહની વેદના
ખોતરો શાને વધારે  ઘાવને

બારણે આવી ચડ્યા આશા ભર્યાં
તોલતા મનના બધા વર્તાવ ને.

તેમને મળવુ હવે  સ્હેલું  નથી
જોઇલો  મુંછે  ચડેલા  તાવને

છે ભરોસો કામ ખોટું   ના કરો
હાથ માથે દઇ કસમ ના ખાવ ને

આજ માસૂમ રાજ કાજે ચાલતું
હોવ ખોટા તોય સાચા થાવ ને.

ખોતરો વિરહ ઘાવ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..