Harshida Dipak

Inspirational Tragedy


3  

Harshida Dipak

Inspirational Tragedy


દરિયામાં તોફાન

દરિયામાં તોફાન

1 min 12.8K 1 min 12.8K

હવાના હલેસે જીવન નાવ રાખું,

સવારી સૂરજની ને અજવાળું આખું.

ગૂંથી ભીતરે ઝંખનાઓની ચાદર,

નયનમાં છતાં કેમ દેખાય ઝાંખું ?

સમયના બધા પંખીઓ સાદ કરતાં,

મને જે મળે છે એ ટહુકાઓ ચાખું.

વળતો પવન છે ને વળતી દિશાઓ,

ચલો આજ દરિયામાં તોફાન નાખું.

ફુલોનાં બગીચે બસ તારી જ વાતો,

ઉડાઉડ કરતી ઉગે શબ્દ - પાંખું.

વહીને હું આવી છું નિર્મળ કિનારે,

ભરીને ભીતરમાં હરિ દ્વાર વાખું.


Rate this content
Originality
Flow
Language
Cover Design