Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Bhatiya

Abstract

2  

Sandip Bhatiya

Abstract

કોલાહલ સાંભળ્યો?

કોલાહલ સાંભળ્યો?

1 min
6.6K


કોલાહલ સાંભળ્યો?

ક્યાંથી આવતો હશે આ અવાજ?

અરે! ઘોંઘાટ જ લાગે!

એક સામટા આટલા અવાજો,

કાન્હાની મધુર બંસી જેવા

રાવણના અટ્ટહાસ્ય જેવો

અરે! લય સહિતના નૃત્ય જેવો

કોઈ મેળો ભરાયો લાગે!

પણ ક્યાં!

આજુબાજુ ખાલીપો જ ફૂંકાય 

અહીં તો કોઈ નથી!

પાસે મધમધતું ઉપવન બગાસાં ખાય

આભ પણ મોં ચઢાવી ઉદાસ આંખે મને જુવે

આમાંથી કોઈ બોલતું નથી!

મારી કલ્પના ઘસઘસાટ ઊંઘે 

અવાજની દિશામાં જોયું

આ શું?

આવું તો હોય?

મારી પાસે પડેલાં પુસ્તકો....!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract