Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

લખવાનું

લખવાનું

1 min
6.8K


ચાલોને લખવાનું છાંડીએ;
આંગળીના કંપન ને ટેરવાની તડપન
ઢાળ વિના ઢળવા શું માંડીએ?

અક્ષરની પીડાને સમજ્યા છે કો'ક
કો'ક શબ્દોની ક્રીડાને જાણે;
ટપકે છે પેન થકી સઘળાં એ શબ્દોને
ઈલાસ્ટિક લાગણીમાં તાણે
ભોજન તૈયાર છે; થાય છે; થાય છે; હાલ અબી બીરબલની હાંડીએ!
ચાલોને લખવાનું છાંડીએ!

કેમ કરી પીંછાને ચીતરું; ઉડાડું લો;
પક્ષીની પાંખમાં ચોંટાડી?
રોક્યા કરે છે રોજ વચમાં કે તોડ નહીં
માતાએ મૂકેલી આડી!
લાખ લાખ છાપેલા કાગળિયા ચાલ ભાઈ; બાળી રે મૂક એક કાંડીએ!
ચાલોને લખવાનું છાંડીએ!


Rate this content
Log in