સંગત કરી
સંગત કરી
જિંદગીએ ઘાતની સંગત કરી,
ને નસીબે આંસુથી ગમ્મત કરી.
આ હૃદયની વાત જાણી ના તમે,
લાગણી મારી પછી અંગત કરી.
અશ્રુ મહેમાનો બનીને આવતા,
આંગણામાં દર્દની પંગત કરી.
શ્વાસને ભૂલીને નાચ્યો મન ભરી,
મોત સાથે આજ તો રંગત કરી.
જે મળી 'આભાસ' ખુશ છું જો હવે,
હાથ ઝાલી જિંદગી સંમત કરી